અંજાર: સદગુરુ રાયમલ ધામ આશ્રમ ખાતે સમર્થ ભારત ગર્ભ વિજ્ઞાન કેન્દ્રની સગર્ભા બહેનોએ ગૌ પૂજનનો લાભ લીધો
Anjar, Kutch | Jul 5, 2025 ગૌરી ગૌશાળા મધ્યે આજે ગૌ શક્તિ યોગ યજ્ઞ અનુષ્ઠાન ના ૨૭ મા દિવસે ગાંધીધામમાં આવેલ ગર્ભ સંસ્કાર કેન્દ્રના ભારતીબેન ધોકાઇના સહયોગથી આવેલ સંચાલિકા વિરલબેન ખારેચા અને ૩૫ સગર્ભા બહેનો પરિવાર* *સાથે ગૌ માતા નું વિદ્વાનો દ્વારા શાસ્ત્રોક્ત્ત વિધિ થી ગૌ પૂજન કર્યું હતું.પૂજન બાદ યજ્ઞશાળાની મુલાકાત લઈ પરિક્રમા કરી હતી,સદગુરુ રાયમલ ધામ આશ્રમના અધ્યક્ષ ભાગવત કથા વાચક ધનેશ્વર મહારાજ જોશી દ્વારા પધારેલ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યુ.