સુરતઃ ડિંડોલીમાં પૂરગ્રસ્તોને સહાય ન મળ્યાનો આક્ષેપ સામે આવ્યો છે. ડિંડોલીના વોર્ડ નં. 27ના પૂરગ્રસ્ત પરિવારો દ્વારા તંત્ર સામે રજૂઆત કરવામાં આવી છે. બાલાજીનગર, સંતોષીનગર અને શિવાજીનગર-એ1 વિસ્તારમાં ભારે નુકસાન થયું હોવાનો સ્થાનિકોનો દાવો છે. પૂર બાદ રોકડ સહાય, અનાજ કીટ અને દવાઓ ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સહાય ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ ધોવાઈ જવા તેમજ ગટરનું પાણી પીવાના પાણીમાં ભળતા રોગચાળાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોએ તાત્કાલિક સર્વે કરી નુકસાની મુજબ સહાય આપવાની માંગ કરી છે. સહાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપવામાં આવી છે. સમગ્ર મામલે બહુજન સમાજ પાર્ટી દ્વારા અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
Surat: Allegations have surfaced that flood-affected families in Dindoli have not received adequate assistance. Families affected by the floods in Ward No. 27 of Dindoli have submitted a representation to the authorities. Locals claim that Balajinagar, Santoshnagar and Shivajinagar-A1 suffered significant damage. They allege that cash assis
Udhna, Surat | Sep 8, 2026