Surat Traffic Signal Battery: ‘મેન્ટેનન્સ કર્મચારી’ બનીને સિગ્નલની પેટી ખોલતા હતા! 155 બેટરી ચોરીનો પર્દાફાશ
સુરત ક્રાઈમ બ્રાન્ચે **ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરી કરતી ટોળકી**નો પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ મુજબ, રાજેશકુમાર તિવારી અને લાલમણી પાન્ડે ટેકનિકલ મેન્ટેનન્સ કર્મચારીનો ડોળ કરી ટ્રાફિક સિગ્નલની પેટીઓ ખોલતા અને બેટરી ચોરી કરતા હતા. જુલાઈ 2026થી શરૂ થયેલી આ ચોરીમાં ઉધના, વેસુ, વરાછા, પાંડેસરા સહિત **16 પોલીસ સ્ટેશન વિસ્તારોના આશરે 55 પોઈન્ટ પરથી 155 બેટરી ચોરી** કરી હોવાની કબૂલાત આરોપીઓએ કરી હોવાનું પોલીસનું કહેવું છે.
બંને આરોપીઓ પાસેથી 6 બેટરી સહિત કુલ **₹1.48 લાખનો મુદ્દામાલ** જપ્ત કરવામાં આવ્યો છે. વધુ તપાસ માટે આરોપીઓને ખટોદરા પોલીસને સોંપવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં આ કેસમાં વધુ ચોરીઓ અંગેના ખુલાસા થવાની શક્યતા છે.
#surat #suratnews #crimebranch #trafficSignal #batterytheft
surat traffic signal battery theft, surat signal battery chori, 155 battery theft surat, surat crime branch, surat crime news, traffic signal theft surat, signal battery चोरी, rajeshkumar tiwari, lalmni pandey, godadara surat, surat police arrest, 55 traffic signal points, surat breaking news, khatodara police, varachha signal theft, vesu signal theft, udhna signal theft, pandesara signal theft, gujarati crime news, surat news today, hotline news
Udhna, Surat | Sep 21, 2026