સુરતના લીંબાયતમાં પોલીસ પર ચપ્પુથી હુમલો! સ્વબચાવમાં PIએ ચલાવી ગોળી
સુરતના લીંબાયત વિસ્તારમાં મોડી રાત્રે પોલીસ અને લૂંટના આરોપી વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. રાત્રે આશરે 3 વાગ્યે નીલગીરી ગ્રાઉન્ડ પાસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈ એક શખ્સ ભાગવા લાગ્યો હતો. તેને પકડવા જતાં આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહ પર ચપ્પુથી હુમલો કરી પેટના ભાગે ઇજા પહોંચાડી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, PI ડી.ડી. ચૌહાણે આરોપીને ચપ્પુ ફેંકી દેવાની ચેતવણી આપી હતી અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. તેમ છતાં આરોપી હુમલો કરવા આગળ વધતાં સ્વબચાવમાં PIએ તેના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાં આરોપી ઘાયલ થયો હતો અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસની પૂછપરછમાં આરોપી પરવેઝ મુશરફ અન્સારીએ વરાછા, કતારગામ અને મહિધરપુરામાં મિત્ર લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને લૂંટ કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે. તેની પાસેથી લૂંટના કેટલાક મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે.
#Surat #SuratNews #SuratCrime #Limbayat #SuratPolice #PoliceFiring #PoliceEncounter #SuratRobbery #Varachha #Katargam #Mahidharpura #GujaratPolice #CrimeNews #BreakingNews #HotlineNews
Surat News, Surat Breaking News, Surat Police Firing, Limbayat Police, Surat Police Encounter, Parvez Musharaf Ansari, Limbayat Crime News, Surat Robbery Case, Varachha Robbery, Katargam Robbery, Mahidharpura Loot, Police Constable Attack, Knife Attack on Police, PI DD Chauhan, Surat Crime Branch, Police Firing in Surat, Gujarat Crime News, Surat Latest News, Hotline News
Udhna, Surat | Nov 20, 2026