હવે ટોલ પ્લાઝા પર તમારી ગાડીનો વીમો પણ ચેક થશે. NHAIએ દિલ્હીના મુંડકા ટોલ પ્લાઝા પર એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં ટોલ પરથી પસાર થતા વાહનનો નંબર VAHAN ડેટાબેઝ સાથે ચેક થાય છે. જો વીમો પૂરો થઈ ગયો હોય કે ન હોય, તો વાહન માલિકને વાહન નંબર, ટોલ પરથી પસાર થવાનો સમય અને વીમાની મુદત સાથે SMS એલર્ટ મળે છે. હાલ ટોલ પર કોઈ ઓટોમેટિક દંડ કપાતો નથી. ટ્રાયલ પછી આ સિસ્ટમ બીજા ટોલ પ્લાઝા પર લાવવાની યોજના છે. વીમા વગર વાહન ચલાવવું મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો છે, એટલે તમારો વીમો હંમેશાં ચાલુ રાખો. વીડિયોમાં સુરત NH-48ના દ્રશ્યો પ્રતીકાત્મક છે. તમારી ગાડીનો વીમો છેલ્લે ક્યારે રિન્યૂ કર્યો હતો? કોમેન્ટમાં જણાવો. iamcity app ડાઉનલોડ કરો, iPhone અને Android: www.iamsuratcity.com/app #surat #nhai #tollplaza #vehicleinsurance #vahan #gujaratnews #iamsuratcitynews
Udhna, Surat | Nov 21, 2026