ખંભાત: શહેરના મહંમદી સોસાયટીથી કોલેજ તરફનો 22 લાખના ખર્ચે બનેલો નવો માર્ગ ગટરના ગંદા પાણીમાં ધોવાયો, ઠેર ઠેર મસમોટા ભૂવાઓ પડ્યા
ખંભાત રેલવે સ્ટેશનથી મહંમદી સોસાયટી થઈ આકૃતિ ટાઉનશીપ તરફનો લાખોના ખર્ચે બનેલો નવીન માર્ગ ગટરના ગંદા પાણીમાં ગરકાવ થયો છે.ઉપરાંત ઠેર ઠેર મસમોટા ભૂવાઓ પડી ગયા છે.જેને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો, સરકારી અધિકારીઓ, વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.જાગૃત નાગરિકો અને સ્થાનિક કાઉન્સિલરોએ સમસ્યા અંગેની રજુઆત પાલિકામાં ચીફ ઓફિસરને કરી હતી.જેમાં પાલિકાના ચીફ ઓફિસરે બે દિવસમાં સમસ્યા નિવારણ માટે હૈયાધારણા આપી છે.