Saputara Boating: તળાવમાં પ્રવાસી બોટમાંથી કૂદ્યો! SDRFએ બચાવ્યો, બાદમાં સામે આવ્યું મોટું સત્ય
સાપુતારાના **સર્પગંગા તળાવમાં બોટિંગ દરમિયાન પ્રવાસી અચાનક તળાવમાં કૂદી પડતા અફડાતફડીનો માહોલ** સર્જાયો હતો. વરસાદી હેલી અને ધુમ્મસ વચ્ચે બનેલી ઘટનાને પગલે બોટિંગ સંચાલકોમાં દોડધામ મચી હતી.
જોકે, બાદમાં સમગ્ર ઘટના **મોકડ્રિલ** હોવાનું સામે આવ્યું હતું. નોટિફાઈડ કચેરી અને ડિઝાસ્ટર વિભાગની SDRF ટીમ દ્વારા સંયુક્ત રીતે આ મોકડ્રિલ યોજાઈ હતી.
મોકડ્રિલ દરમિયાન તળાવમાં પડેલા પ્રવાસીને SDRF ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ કરી હેમખેમ બહાર કાઢ્યો હતો. સંભવિત બોટ દુર્ઘટના સમયે **બચાવ કામગીરી, રેસ્ક્યૂ અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનનું પ્રદર્શન** કરવામાં આવ્યું હતું.
#dang #dangnews #saputara #saputaralake #sarpgangalake
Udhna, Surat | Sep 1, 2026