Surat Crime: કડોદરામાં બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ! છરીના હુમલા સાથે ગોળીબારથી ચકચાર
કડોદરામાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ, બંને જૂથો સામસામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો. દરમિયાન **છરી વડે હુમલો અને ગોળીબાર થયો હોવાની માહિતી** સામે આવી છે. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમગ્ર મામલે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. હવે પોલીસ તપાસમાં અથડામણનું ચોક્કસ કારણ અને ગોળીબાર સહિતની ઘટનાની હકીકત સામે આવશે.
#kadodara #kadodaranews #suratnews #suratcrime #gujaratcrime
Udhna, Surat | Sep 1, 2026