અંજાર: વરસામેડી વિસ્તારમાંથી પ્રોહી મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો: બલેનો કાર,બે ટુ વ્હીલર સહિત ₹4.52 લાખનો મુદ્દામાલ જપ્ત
Anjar, Kutch | Aug 4, 2026 અંજાર પીઆઈ એચ.એ. જાડેજા અને પોલીસે બાતમીના આધારે કરાયેલી કાર્યવાહી દરમિયાન ગાંધીધામના રહેવાસી સચીન વિનોદભાઈ ચૌહાણને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂ ઉપરાંત બલેનો કાર, બે સ્કૂટર અને મોબાઇલ ફોન મળી કુલ ₹4,52,412નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કેસમાં હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા વાઘેલા (કીડીયાનગર, રાપર) અને એક અન્ય ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.