દેવઘરમાં ATM જ ઉખાડી લઈ ગયા ચોરો!
મળતી માહિતી મુજબ, ઝારખંડના દેવઘરના નંદન પહાડ વિસ્તારમાં ચોરોએ SBIનું ATM જ ઉખાડી લીધું હતું. આરોપીઓએ ગેસ કટરથી ATMને કાપી અલગ કર્યું અને તેને લગભગ 500 મીટર સુધી ઘસડી લઈ ગયા હતા. ત્યારબાદ ATMને કારમાં લાદીને ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. CCTV ફૂટેજના આધારે પોલીસ આરોપીઓ અને તેમની કારની શોધખોળ કરી રહી છે. ATMમાં કેટલી રોકડ રકમ હતી, તેની માહિતી હજુ સામે આવી નથી.