ભચાઉ: ધોળાવીરામાં બંધ પડેલા RO પાણીના પ્લાન્ટથી પ્રવાસીઓ તરસ્યા
Bhachau, Kutch | May 13, 2026 કચ્છમાં હાલ તીવ્ર ગરમી પડી રહી છે અને હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં તીવ્ર ગરમીને કારણે લોકો ગરમીથી બચવા પાણી વધારે પીતા હોય છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ધોળાવીરાના પ્રવાસે આવેલા પ્રવાસી હીરજીભાઈ રાઠોડ સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ કરીને ધોળાવીરા પાણીની સમસ્યા જણાવી હતી.