સુરતઃ ચોક બજારમાં મહિલા વકીલ સાથે કથિત લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. ચોક બજાર પોલીસે આરોપી વકીલ રહીમની ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ, આરોપીએ રોહન નામ ધારણ કરીને મહિલાનો સંપર્ક કર્યો અને તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી કથિત દુ*ષ્કર્મ આચર્યું હતું. મહિલાને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ ગણપતિ પૂજા અને સત્યનારાયણની પૂજા પણ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ઓફિસમાં પણ આરોપી પોતાની ઓળખ રોહન તરીકે આપતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કરી આરોપીએ અન્ય મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. કેસ બાદ ફરાર રહેલા આરોપીએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દેતા પોલીસે તેની ધરપકડ કરી છે.
सूरत के चौक बाजार में महिला वकील के साथ कथित लव जिहाद का मामला सामने आया है। चौक बाजार पुलिस ने आरोपी वकील रहीम को गिरफ्तार किया ह
Udhna, Surat | Oct 8, 2026