પાંડેસરામાં પાણીની પાઇપ મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી! 21 વર્ષીય યુવકને ઈજા, પોલીસે ગુનો નોંધ્યો
#Surat #SuratBreaking #Pandesara #Jiyav #SuratCrime #SuratNews #GujaratNews #Police #BreakingNews
સુરતના પાંડેસરાના જીયાવ ગામમાં પાણીની પાઇપ મૂકવા જેવી નજીવી બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. 🚨
મળતી માહિતી મુજબ, દેવ પટેલની માતા સાથે પાડોશી પરિવારની બોલાચાલી થઈ હતી. માતાને બચાવવા વચ્ચે પડેલા 21 વર્ષીય દેવ પટેલ સાથે મારામારી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
આક્ષેપ મુજબ, પાઇપ અને અન્ય વસ્તુઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં દેવ પટેલ ઉપરાંત તેની બહેન અને દાદીને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
બૂમાબૂમ થતાં સ્થાનિક લોકો દોડી આવતા હુમલાના આક્ષેપ કરાયેલા લોકો પોતાના ઘરમાં જતા રહ્યા હતા. ઈજાગ્રસ્ત દેવ પટેલને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર આપવામાં આવી હતી. તેની બહેનને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
#SuratBreaking #SuratNews #Pandesara #Jiyav #SuratCrime #GujaratNews #SuratPolice #BreakingNews #CrimeNews #PandesaraNews
Surat Pandesara news, Pandesara Jiyav village, Surat fight news, Pandesara fight, Surat crime news, Surat breaking news, water pipe dispute Surat, Pandesara police, Surat latest news, Jiyav village fight, સુરત પાંડેસરા, પાંડેસરા મારામારી, જીયાવ ગામ, પાણીની પાઇપનો વિવાદ, સુરત ક્રાઇમ ન્યૂઝ, પાંડેસરા પોલીસ, સુરત બ્રેકિંગ
Udhna, Surat | Oct 8, 2026