સુરત સાયબર ક્રાઇમનો મોટો પર્દાફાશ! 79 બેંક એકાઉન્ટનો ખેલ, 53 ફરિયાદોમાં ₹11 કરોડની છેતરપિંડી
સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય સાયબર ફ્રોડ સાથે જોડાયેલા એક આરોપીને પોરબંદરથી ઝડપી પાડ્યો હોવાનો પોલીસનો દાવો છે.
પોલીસની તપાસ મુજબ આરોપી કમિશનના બદલામાં બેંક એકાઉન્ટ મેળવતો અને તેની વિગતો વિદેશમાં રહેતા ફરાર આરોપીઓને આપતો હતો. આ એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના નાણાં જમા થયા બાદ ATM/ચેક મારફતે રકમ ઉપાડી 13% કમિશન લેવાનો અને બાકીની રકમ USDTમાં કન્વર્ટ કરી અલગ-અલગ વોલેટમાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે.
તપાસ દરમિયાન આરોપીના મોબાઇલમાંથી કુલ 79 બેંક એકાઉન્ટની વિગતો મળી હોવાનું પોલીસનું કહેવું છે. આ એકાઉન્ટ્સ સાથે જોડાયેલા દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 53 ફરિયાદો મળી આવી છે, જેમાં આશરે ₹11.03 કરોડની ઓનલાઈન છેતરપિંડી થયાનું સામે આવ્યું છે.
#Surat #CyberCrime #CyberFraud #SuratPolice #CrimeNews #GujaratNews #BankAccountFraud #OnlineFraud #USDT #BreakingNews
Surat Cyber Crime, Surat Crime News, Surat Police, Cyber Fraud Gujarat, Bank Account Fraud, Mule Account, 79 Bank Accounts, 53 Cyber Crime Complaints, 11 Crore Cyber Fraud, Online Fraud Gujarat, USDT Fraud, Cyber Crime News Gujarati, Gujarat Crime News, Surat Breaking News, Cyber Crime Surat 2026, Bank Account Commission Fraud, International Cyber Gang, Gujarat Police
Udhna, Surat | Oct 8, 2026