સુરતઃ એમ્બ્રોડરી ઉદ્યોગમાં શ્રમિકો અને કારખાનેદારો વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રમિકો સુરત છોડવા લાગ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એમ્બ્રોડરી ખાતામાં કામ કરતા શ્રમિકો રવિવારની સાપ્તાહિક રજાની માંગ કરી રહ્યા છે, પરંતુ કારખાનેદારો આ માંગ સ્વીકારવા તૈયાર ન હોવાનો શ્રમિકોનો આક્ષેપ છે. આ મુદ્દે કારખાનેદારો દ્વારા આગામી 10 તારીખે મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારની રજાની માંગણી કરનારા કેટલાક કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે, જેના કારણે છૂટા કરાયેલા શ્રમિકો વતનની વાટ પકડી રહ્યા છે. કલેક્ટરના પરિપત્રનું પાલન કરવામાં આવે અને 10 તારીખે યોજાનારી બેઠક રદ કરવામાં આવે તેવી યુનિયનની માંગ છે. બેઠક રદ નહીં થાય તો જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી પણ યુનિયન દ્વારા આપવામાં આવી છે.
सूरतः एम्ब्रॉयडरी उद्योग में श्रमिकों और कारखाना मालिकों के बीच चल रहे विवाद के बीच श्रमिकों के सूरत छोड़ने का दा�
Udhna, Surat | Oct 8, 2026