દાહોદ જિલ્લાના ફતેપુરા વાગડ મોડેલ સ્કૂલ ખાતે ડૉ. સૈયદ નિઝામુદ્દીન કાઝી દ્વારા કરાટે તાલીમનું નિરીક્ષણ: વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન
ગુજરાત માર્શલ આર્ટ કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન (GMSA) ના ચીફ ડૉ. સૈયદ નિઝામુદ્દીન કાઝી દ્વારા ફતેપુરા વાગડ મોડેલ સ્કૂલની ખાસ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમણે શાળામાં ચાલી રહેલી કરાટે ટ્રેનિંગનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને આત્મરક્ષણ તથા રમતગમતમાં કરાટેના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.નોંધનીય છે કે, ચાલુ વર્ષથી જ આ મોડેલ સ્કૂલમાં વર્લ્ડ ઇન્ડો-ર્યુ કરાટે ફેડરેશન (WIKF) અને ગુજરાત માર્શલ આર્ટ સ્પોર્ટ્સ એસોસિએશન (GMSA) ના ચીફ ટેકનિકલ ડાયરેક્ટર ડૉ. સૈયદ નિઝામુદ્દીન કાઝી સરના નેતૃત્વ હેઠળ તેમના અનુભવી બ્લેક બેલ્ટ ઇન્સ્ટ્રક્ટર દ્વારા વિદ્યાર્થીઓને વિધિવત કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે.વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત �
Dohad, Dahod | Oct 12, 2026