દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની અભલોડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ શિબિર યોજાઈ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની અભલોડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ આવે અને કટોકટીના સમયે સ્વ-રક્ષણ કરી શકાય તેવા ઉદ્દેશ્યથી ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ શિબિરમાં જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી જયેશકુમાર જી. ગાડીલુહાર, જિલ્લા કક્ષાના નાયબ મામલતદાર શ્રી પી. કે. કપાસિયા (પૂર શાખા) તેમજ ગરબાડાના નાયબ મામલતદાર શ્રી વી. સી. ભાભોર (પૂર શાખા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમ દરમિયાન ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ, જેવી કે પૂર, ભૂકંપ, આગ અકસ્માત વગેરે સમયે રાખવાની સાવચેતીઓ અને સુરક્ષાના ઉપાયો વિશે વિદ્યાર્થીઓને વ્યવહારુ અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના કુલ ૩૯૫ જે�
Dohad, Dahod | Oct 12, 2026