સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે રિસર્ચ પેપર રાઇટિંગ સેશન યોજાયું
સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (EC) વિભાગના સેમેસ્ટર 1, 3, 5 અને 7ના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ પેપર રાઇટિંગ અંગે માર્ગદર્શન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે રુચિ કેળવવા તથા તેમને સંશોધન લેખનની પદ્ધતિથી પરિચિત કરાવવાનો હતો.
આ કાર્યક્રમમાં નિષ્ણાત વક્તા તરીકે સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના સહાયક પ્રાધ્યાપક ડૉ. ઇશાક શેખ એ વિદ્યાર્થીઓને રિસર્ચ પેપરનું માળખું, વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત પદ્ધતિથી સંશોધન લેખન, સંશોધનનાં તારણોની રજૂઆત તથા ગુણવત્તાસભર રિસર્ચ પેપર તૈયાર કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે સંશોધનનું શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રે રહેલું મહત્ત્વ સમજાવતાં વિદ્યાર્થીઓને નવીન વિચારો પર કાર્ય કરવા, વિશ્લેષણાત્મક ક્ષમતા વિકસાવવા અને સંશોધ�
Dohad, Dahod | Oct 12, 2026