દાહોદ કલેકટર કચેરી ખાતે આર.ટી.આઈ. સપ્તાહની ઉજવણી અંતર્ગત વિડિયો કોન્ફરન્સ યોજાઈ
*રાજ્ય માહિતી કમિશનરશ્રી વિપુલ રાવલની ઉપસ્થિતિમાં આર.ટી.આઈ. અંગે માર્ગદર્શન અને પરિસંવાદ યોજાયો*
00
દાહોદ, તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬: આર.ટી.આઈ. ઉજવણી સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્ય માહિતી કમિશનરશ્રી વિપુલ રાવલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે કલેકટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિડિયો કોન્ફરન્સમાં આર.ટી.આઈ. (માહિતી અધિકાર અધિનિયમ) અંગેની કામગીરી, તેની જોગવાઈઓ અને પારદર્શક વહીવટી પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેક્ટર કચેરીની આઈ.ટી. ટીમ દ્વારા આર.ટી.આઈ. સંબંધિત વિડિયો પોડકાસ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્ય માહિતી કમિશનરશ્રી અને આયોગના કાયદા અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી પર�
Dohad, Dahod | Oct 12, 2026