ખંભાત: શહેરમાં વરલી મટકાના અડ્ડા પર પેરોલ ફર્લો સ્કવોર્ડનો દરોડો, 13 શખ્સો ઝડપાયા
ખંભાતના ચકડોળ ગ્રાઉન્ડ પાસે આવેલી શ્રીજી સોસાયટી સામે સલાટવાડ વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કવોર્ડને મળી હતી. બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેડ પાડી હતી, જેમાં જુગાર રમતા અને રમાડતા કુલ 13 શખ્સો રંગેહાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 43,420 રોકડા, 10 નંગ મોબાઈલ જેની કિંમત ₹28,100 એમ કુલ મળી ₹71,520નો મુદામાલ જપ્ત કર્યો છે.