સુરતના પાલ વિસ્તારમાં બાઈકની અડફેટે એક મહિલાનું કરુણ મો*ત નીપજવાની ઘટ*ના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, 29 વર્ષીય મીનાબેન મછાર પાણી ભરવા જઈ રહ્યા હતા, તે દરમિયાન એક બાઈકચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાનું ઘટનાસ્થળે જ મો*ત નીપજ્યું હતું.
આ દુર્ઘટનામાં બે માસૂમ બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. મીનાબેનના અચાનક અવસાનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મહિલાના મોતને લઈને પરિવારજનોએ જવાબદાર બાઈકચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં બેફામ વાહનચાલકો અને માર્ગ સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
**આખરે બેફામ વાહનચાલકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે?**
#Surat #suratnews #palsurat #roadaccident #roadsafety
Udhna, Surat | Nov 20, 2026