કાલોલ: કનેટિયા ગામે સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી
કાલોલ તાલુકાના કનેટિયા ગામે સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ,ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, ભાજપ મંડળ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.