શહેરા: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે 'યુવા સંવાદ' કાર્યક્રમ યોજ્યો હતો
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે 'યુવા સંવાદ' કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો સાથે પ્રદેશ પ્રમુખે સીધો સંવાદ સાધ્યો હતો. જગદીશ વિશ્વકર્માએ યુવા પેઢીના પ્રશ્નો અને મૂંઝવણો ધ્યાનથી સાંભળ્યા હતા. તેમણે યુવાનોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે યુવાઓ દેશનું ભવિષ્ય છે અને તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા ભાજપ સંગઠન કટિબદ્ધ છે.