કાલોલ: બગીચામાં સાત દિવસીય સ્વદેશી મેળાનું આયોજન, 30 જેટલા સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બનશે
કાલોલ શહેરના નગરજનોને સ્વદેશી ચીજવસ્તુઓ અને સ્થાનિક ઉત્પાદનોની ખરીદી માટે એક સુંદર તક મળી છે. કાલોલ નગરપાલિકા દ્વારા ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશનના સહયોગથી શહેરના બગીચામાં આગામી સાત દિવસ માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.