પાલીતાણા: પાંડેરિયા પ્રકૃતિક શિક્ષણ કેન્દ્ર ખાતે શેત્રુંજી નદીના કિનારે બનાવવામાં આવેલી દીવાલને તંત્ર દ્વારા તોડી પાડવામાં
આજે તારીખ 27 માર્ચના રોજ બપોરે 1 કલાકે મળતી વિગત અનુસાર પાલીતાણાના પાંડેરિયા પ્રકૃતિક શિક્ષણ કેન્દ્ર ખાતે શેત્રુંજી નદીના કિનારે લાખોના ખર્ચે બનાવવામાં આવેલી દીવાલને જમીન વિવાદને કારણે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી છે. આ દીવાલ માત્ર એક વર્ષ પહેલાં વન વિભાગ દ્વારા બનાવવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેમાં સરકારી નાણાંનો દુરુપયોગ થયો હતો. વધુમાં સૂત્રો અનુસાર દીવાલ બનાવવા માટે યોગ્ય મંજૂરી લેવામાં આવી નહોતી.