તન્મય વેકરિયા 'બાઘા'ના પિતાનુ નિધન
મનોરંજન જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં 'બાઘા' નું પાત્ર ભજવી રહેલા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયાનું નિધન થયું છે. 'બાઘા' ના પિતા ગુજરાતી રંગભૂમિના પીઢ કલાકાર હતા. અરવિંદ વેકરિયાનું ગુજરાતી નાટ્યજગતમાં દાયકાઓ સુધી સક્રિય યોગદાન આપ્યું હતું.