ભચાઉ: વિજયાદશમી નિમિત્તે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન
Bhachau, Kutch | Oct 20, 2026 વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે સામખિયાળી પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ જે.એમ ઝાલા દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પોલીસ સ્ટાફ દ્વારા પરંપરાગત વિધિ મુજબ શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી.