દાહોદના લીમડી ખાતે નેશનલ હાઈવેના સમારકામની કામગીરી શરૂ કરાઈ
દાહોદથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર લીમડી ખાતે રોડના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લીમડી મુકામે નેશનલ હાઈવેના માર્ગ પર અનેક જગ્યાએ ખાડા પડી જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને પગલે સંબંધિત તંત્ર દ્વારા ખાડાઓનું સમારકામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સમારકામની કામગીરીથી માર્ગ પરના ખાડાઓ દૂર થતાં વાહનચાલકોને રાહત મળશે અને અકસ્માતનું જોખમ પણ ઘટશે. સ્થાનિકો દ્વારા લાંબા સમયથી માર્ગની સ્થિતિ સુધારવાની માંગ કરવામાં આવી રહી હતી, ત્યારે હવે કામગીરી શરૂ થતાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
Dohad, Dahod | Aug 18, 2026