ઉચ્ચ પ્રાથમિક શિક્ષક એકતા મંચ દાહોદ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનુ આયોજન કરાયું
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરાઈ
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
સંઘ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં શિક્ષકોને લગતા વિવિધ પ્રશ્નો અને માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2005 બાદના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત વિદ્યાર્થી-શિક્ષક રેશિયામાં સુધારો કરવા, નિવૃત્તિની વયમર્યાદા 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવા તેમજ ધોરણ 6થી 8ના શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ આપવાની માંગ કરવામાં આવી છે.
શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપવા, શિક્ષકોને BLO જેવી કામગીરીમાંથી કાયમી મુક્તિ આપવા તેમજ HTAT સંબંધિત લાયકાત અને નિયમોમાં જરૂરી સુધારા ક
Dohad, Dahod | Aug 18, 2026