દાહોદ જિલ્લાના લીમડીમાં બાયપાસ રોડ પર કચરાના ઢગથી ગંદકીનું સામ્રાજ્ય: આપ નેતા અનિલભાઈ ગરાસિયાએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો
ગુરુ ગોવિંદ લીમડી:
ગુરુ ગોવિંદ લીમડી શહેરનો તમામ કચરો યોગ્ય નિકાલ કરવાને બદલે બાયપાસ રોડ પર ખુલ્લામાં ઠાલવવામાં આવી રહ્યો છે, જેના કારણે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આ ગંભીર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા અને પ્રભારી અનિલભાઈ ગરાસિયાએ સ્થાનિક તંત્ર સામે વિરોધ દર્શાવી કચરાના યોગ્ય નિકાલ અથવા રિસાયકલ (પ્રોસેસિંગ) કરવાની ઉગ્ર માંગ કરી છે.
અનિલભાઈ ગરાસિયાએ જણાવ્યું હતું કે, જે સ્થળે આ કચરો ફેંકવામાં આવે છે તેની નજીકમાં જ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવું સાઈ બાબાનું મંદિર આવેલું છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. પવિત્ર ધામમાં લોકોને સ્વચ્છ અને શાંત વાતાવરણ મળવું જોઈએ, તેના બદલે તંત્રની બેદરકારીના કારણે અહીં દુર્ગંધ અને કચરાનો અસહ્ય ખડકલો જોવા મળી રહ્યો છે.
વધુમાં તેમણ
Dohad, Dahod | Aug 18, 2026