દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં કથિત ગેરકાયદેસર રેતી ખનનનો કાળો કારોબાર બેફામ બન્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ભડભા ગામ નજીક ઉજ્જડ નદીના પટમાં કથિત રીતે જેસીબી અને અન્ય એક મશીનરીથી મોટા પાયે ખોદકામ થઈ રહ્યું હોવાના અહેવાલ છે. સવાલ એ છે કે આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ કોની રહેમનજર હેઠળ ચાલી રહી છે?
ભડભા ગામ નજીક નદીના પટમાંથી કથિત રીતે દિવસ-રાત રેતી ઉલેચવામાં આવી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, જેસીબી દ્વારા નદીના પટમાં ખોદકામ કરી રેતી ડમ્પર અને ટ્રેક્ટરો મારફતે બહાર લઈ જવામાં આવે છે.
કથિત ગેરકાયદેસર ખનનના કારણે નદીના કુદરતી પ્રવાહ અને પર્યાવરણને નુકસાન થવાની ભીતિ સ્થાનિકોમાં જોવા મળી રહી છે. સાથે જ ભૂગર્ભ જળસ્તર પર પણ તેની ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોના આક્ષેપો સાચા હોય તો સૌથી મોટો સવાલ તંત્રની કામગીરી સામે ઊભો થાય છે. ખાણ-ખનિજ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રની નજર સામે આ પ્રવૃત્તિ ચા�
Dohad, Dahod | Aug 18, 2026