અંજાર: વિવેકાનંદ સોસાયટીમાં વેપારીના બંધ ઘરમાંથી પાંચ તોલાથી વધુના ઘરેણાં અને રોકડની ચોરી; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Anjar, Kutch | Apr 29, 2026 અંજારમાં સૂડી, ચપ્પા અને તલવારની દુકાન ધરાવતો ફરિયાદી રાજેશ પ્રજાપતિ સામાજિક પ્રસંગે ૨૬ની રાત્રે ઘરને તાળાં મારી સપરિવાર આણંદસ્થિત સાસરીએ નીકળેલો.તસ્કરો તિજોરીમાંથી બે લાખ રોકડાં, ત્રણ તોલાનું મંગળસૂત્ર, ત્રણ બુટ્ટી,એક તોલાની ચેઈન, બે વીંટી મળી ૨.૯૫ લાખનો માલ ચોરી ગયાં હતાં.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.