દાહોદ જિલ્લાના ગરબાડાના માતવાં ગામે ખુલ્લામાં મૂકેલી મકાઈના પાકમાં આગ લાગતાં ખેડૂતને મોટું નુકસાન
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાતાલુકાના માતવાં ગામના ભુરીયા ફળિયામાં ખેતરમાં વાઢીને ખુલ્લામાં રાખેલી મકાઈમાં અચાનક આગ લાગતાં ખેડૂત પર આભ તૂટી પડ્યું છે.મોંઘા ભાવનાં ખાતર-બીયારણ અને રાત-દિવસની મહેનત બાદ તૈયાર થયેલો પાક ક્ષણભરમાં બળીને ખાખ થઈ જતાં ખેડૂત પરિવારમાં ભારે નિરાશા છવાઈ ગઈ છે.ગરબાડા તાલુકાના માતવાં ગામના ભુરીયા ફળિયામાં રહેતા ખેડૂત રાકેશભાઈ ભુરીયાએ પોતાના ૧૦ વીઘા જમીનમાં વાવેલી મકાઈનો પાક વાઢીને ખેતરમાં ખુલ્લામાં ભેગો કરી રાખ્યો હતો. આ દરમિયાન અગમ્ય કારણોસર મકાઈના જથ્થામાં અચાનક ભીષણ આગ ભુકી ઊઠી હતી.આગના ધુમાડાના ગોટેગોટા જોઈને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી પાણીનો છંટકાવ કરીને ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ, ત્યાં સુધીમાં રાકેશભાઈ ભુરીયાની ૧૦ વ
Dohad, Dahod | Oct 13, 2026