કરજણ: હલદરવા ગામમાં વરસાદી પાણી ફરી વળતાં ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા હતા
કરજણ તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયાં છે.ત્યારે કરજણ તાલુકાના હલદરવા ગામે પણ સવારથી વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા.તો બીજી તરફ ઠેર ઠેર ભરાયેલા કેડસમા પાણીમાંથી ગ્રામજનોને અવર જવર કરવાની નોબત આવતાં પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.