કરજણ: સુપ્રસિદ્ધ તીર્થધામ નારેશ્વર ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
કરજણ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલ સુપ્રસિદ્ધ તીર્થધામ નારેશ્વર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે સૌ પ્રથમ શ્રી દત્ત અવતારી શ્રી રંગ અવધૂત મહારાજ ના આર્શીવાદ લઈ ધન્યતા અનુભવી હતી.ત્યારબાદ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે,ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસ અને ભાવિક ભક્તો સાથે સુપ્રસિદ્ધ તીર્થધામ નારેશ્વર ખાતે આજે બપોરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.