કરજણ: કોલીયાદ ગામમાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે ગામ બેટમાં ફેરવાયું.
કોલીયાદ સહિતના ગામોમાં સવારથી જ આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલા જોવા મળ્યાં હતાં.જેના પરિણામે સમગ્ર કરજણ પંથકમાં સવાર ના 6 થી 4 વાગ્યાં સુધી 3.98 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.ત્યારે કરજણ તાલુકાના કોલીયાદ ગામે પણ વહેલી સવારથી પડી રહેલા વરસાદને પગલે ગામના પ્રવેશ દ્વાર અને કોલીયાદથી પાલેજ જવાના રોડ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.આ ઉપરાંત ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે.