કરજણ: મિંયાગામ ખાતે 4 વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો દેખાતાં વડોદરા ની SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી
મિંયાગામ ખાતે નવી નગરી વિસ્તારમાં રહેતી એક 4 વર્ષની બાળકીમાં ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું.અને તાત્કાલિક બાળકીને સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.અને ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા નવી નગરી વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી સાથે કાચા મકાનોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત લોકોને ચાંદીપુરમ વાયરસ અંગે સમજણ અને તેનાથી બચવાની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી.