કરજણ: શ્રી પ્રેમદાસબાપા ગોદડિયા રામવાડી આશ્રમ કરજણ ખાતે ગુરુપૂર્ણિમા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજરોજ સમગ્ર કરજણ પંથકમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે શ્રી પ્રેમદાસ બાપા ગોદડિયા રામવાડી આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી.જેમાં આજે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં.જ્યાં ભાવિક ભક્તોએ પાદુકા પૂજન તેમજ મહા પ્રસાદી નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.