કરજણ: કરજણની જલારામ પ્રાથમિક શાળા ખાતે ફાયર ઓફીસરના માર્ગદશન હેથળ શિક્ષકોને ફાયર સેફ્ટીની ટ્રેનીંગ આપવામાં આવી.
કરજણ ફાયર વિભાગ દ્વારા સક્ષમ શાળા અંતર્ગત આજરોજ બપોર ના 3 કલાકે કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ જલારામ પ્રાથમિક શાળા ખાતે કરજણ ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ શિક્ષકોને ફાયર તેમજ ઇમરજન્સીના સમયે રેસ્ક્યું અને સ્વ સલામતી માટેની ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કરજણ ફાયર વિભાગ દ્વારા ફાયર તેમજ ઇમરજન્સી ના સમયે લેવામાં આવતાં પગલાં બાબતે શિક્ષકોને ટ્રેનીંગ આપવામાં આવી હતી.જેમાં વિવિધ શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો.