ગાંધીધામ: આદિપુર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટી પૂર્વક કચ્છ જિલ્લા પ્રમુખે કહ્યું “સત્તાપક્ષ ડરી ગયું છે” વધુ જાણો
આજરોજ આદિપુર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે મનપાની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ચૂંટણી માટે પાર્ટી સંપૂર્ણ તૈયાર છે. તેમણે જણાવ્યું કે ઉમેદવારોની સંખ્યા વધારે હોવા છતાં AAP મજબૂત રીતે ટક્કર આપશે અને જીતવા માટે પૂરજોશમાં મેદાનમાં ઉતરશે.તેમણે સત્તાપક્ષ પર આક્ષેપ કર્યો કે તેઓ ડરી ગયા છે અને ખોટા કેસોમાં કાર્યકરોને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.