ગાંધીધામ: હાઈવે પર મંદિર પરિસરમાંથી 3.55 લાખનો ગાંજો કબજે કરાયો
ભચાઉ પી.આઈ. ડી.ડી. ઝાલા અને તેમની ટીમે માદક પદાર્થોની હેરફેર રોકવા મળેલી બાતમીના આધારે ગાંધીધામ હાઈવે પર સફળ રેઈડ કરી છે. હાઈવે પર આવેલી આઈ માતા હોટલ નજીક પ્રગટ પહાડી હનુમાન મંદિરના પૂજારી મહંત લખનગીરી ઉર્ફે મલખાનસિંઘ મુનશીલાલ દ્વારા મંદિર પરિસરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ત્યાંથી 3,40,000ની કિંમતના 59 નંગ લીલા ગાંજાના છોડ અને 15,500નો 310 ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો