વલ્લભીપુર: શૈક્ષણિક દૃષ્ટિએ પ્રસિદ્ધ પીએમ શ્રી સર જી. એન. ગોટી કે. વ. શાળા નં-1માં ફ્રૂટ ફેસ્ટિવલ યોજાયો
તા -25/03/2026 ને સોમવારનાં રોજ વલભીપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા પીએમ શ્રી સર જી. એન. ગોટી કે. વ. શાળા નં -1માં શાળાના શિક્ષકો દ્વારા ફ્રૂટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક બાળકને ઉનાળામાં પાણીની વધારે જરૂર પડે છે તેથી શાળાના શિક્ષકો દ્વારા તરબૂચ અને ટેટીની બરફ પર રાખી ઠંડા કરી ભરપેટ લહજત કરાવવામાં આવેલ. બાળકોને ખરેખર ખૂબ મજા પડી હતી એમ શાળાના આચાર્યશ્રી નારશંગભાઈ ડોડિયા દ્વારા જણાવેલ.