સિહોર: શિહોર ના મોટા સુરકા ખાતે માવતરવંદના કાર્યક્રમ નું આયોજન મોટી સંખ્યામાં વડીલોની ઉપસ્થિત
મોટા સુરકા ખાતે “માવતર વંદના” કાર્યક્રમનો સફળતાપૂર્વક પ્રારંભ ગામની વિરાસત, સંસ્કાર અને એકતાને જીવંત રાખવાના શુભ હેતુથી આયોજિત માવતર વંદના કાર્યક્રમ નો આજે ભવ્ય અને સફળતાપૂર્વક પ્રારંભ થયો. કાર્યક્રમમાં ગામના વડીલ માવતરશ્રીઓને તિલક કરીને, ફૂલહાર પહેરાવી અને વંદન કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું.વડીલો આપણા સમાજની મૂલ્યવાન મૂડી છે. તેમના આશીર્વાદ, અનુભવ અને માર્ગદર્શનથી જ ગામડાંઓની સંસ્કૃતિ અને એકતા અખંડ રહે