સુરતના રાંદેર સ્થિત બાપુ નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી આરોપી મુસ્તાક ઉર્ફે સન્નુ શા ફકીર ની શનિવારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે છાપો મારી આરોપીને દબોચી પાડ્યો હતો.જે આરોપીએ નંદુરબાર સ્થિત સુઝલન પવનચક્કીમાં તોડફોડ કરી રૂપિયા 27090 ની કિંમતના કોપર વાયરો ની ચોરી કરી હતી.મહારાષ્ટ્રના નંદુરબાર પોલીસ સ્ટેશનમાં આ નાગે ગુન્હો નોંધાયો હતો.જે ગુન્હામાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.