અંજાર: મેઘપર (બોરીચી)માં સગીરા અને મેઘપર કુંભારડીમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારાયું
Anjar, Kutch | Apr 30, 2026 અંજાર તાલુકાના મેઘપર (બોરીચી) અને મેઘપર (કુંભારડી)માં દુષ્કર્મના બનાવો સામે આવ્યા છે. આ મામલે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મળતી વિગતો મુજબ મેઘપર (બોરીચી) વિસ્તારમાં રહેતા આરોપી હિતેશ મકવાણાએ ૧૫ વર્ષિય સગીરા સાથે પરિચય કેળવી લલચાવી, ફોસલાવી તેની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજારાયો હતો.આરોપી ભરત નાથાભાઈ ખાંડેકાએ ફરીયાદીની મરજી વિરૂદ્ધ સંબંધો બાંધી લગ્ન ન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બન્ને બનાવોમાં અંજાર પોલીસે તપાસ હાથ ધરી છે.