જાંબુઘોડા: વન વિકાસ નિગમના એમડી ડૉ.એ.પી.સિંઘે નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લીધી
ગુજરાત વન વિકાસ નિગમના નિયામક (એમડી) ડૉ.એ.પી. સિંઘ દ્વારા આજે બુધવારના રોજ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.પોતાની મુલાકાત દરમિયાન ડૉ.સિંઘે યુનિવર્સિટીના ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને ત્યાં વિકસાવવામાં આવેલા પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડેલ્સનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.