હાલોલના કથોલા ગામના રોડ ઉપર રહેતા 62 વર્ષીય રમણભાઈ ફતેસિંહ બારિયાનુ ખેતરમા કામ દરમિયાન દુર્ભાગ્યપૂર્ણ રીતે ઝેરી સાપના દંશથી આજે મંગળવારના રોજ મોત નીપજ્યું છે.તેઓ ખેતરમા ડાંગરનુ કચરું સાફ કરી રહ્યા હતા.તે દરમિયાન અચાનક ઝેરી સાપે દંશ મારતા સારવાર માટે રેફરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા,પરંતુ રસ્તામાં જ તેમનું મોત નિપજ્યુ હતુ બનાવ સંદર્ભે પાવાગઢ પોલીસ મૂર્તદેહને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે