અંજાર: નગરપાલિકા ચૂંટણી પરિણામમાં ભાજપનો ભવ્ય વિજય
Anjar, Kutch | Apr 28, 2026 ઐતિહાસિક અંજાર શહેરની અંજાર નગરપાલિકા પર ખુબ જ લાંભા સમયથી ભાજપની સત્તા સ્થાપીત છે. આ વખતની ચૂંટણીમાં પણ ફરી ભગવો જ લહેરાશે તેવું અનુમાન અગાઉથી જ હતું. જે સાચું ઠરતા 28 એપ્રિલના રોજ જાહેર થયેલા પરીણામમાં અંજાર નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. અંજાર નગરપાલિકામાં ભાજપને જંગી જીત મળી છે આ અંગેની વિગતો મુજબ અંજાર શહેરની નવ વોર્ડની ૩૯ બેઠકો પૈકી સાત બેઠક પર ચૂંટણી પૂર્વે જ ભગવો લહેરાઈ ગયો હતો