સુરતમાં હવે તો પોલીસકર્મીઓના ઘર પણ સુરક્ષિત નથી!
જહાંગીરપુરાની રંગરાગ રેસિડેન્સીમાં રહેતા અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનના PSI ઘનશ્યામ પરમારના બંધ ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.
દિવાળીના તહેવાર નિમિત્તે PSIનો પરિવાર વતન ભાવનગર ગયો હતો, ત્યારે તસ્કરોએ ફ્લેટમાં હાથફેરો કર્યો હતો.
તસ્કરો સોનાના દાગીના, ચાંદીના ઘરેણાં અને ₹80 હજાર રોકડ સહિત કુલ ₹4.66 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સોસાયટીના પ્રમુખનો ફોન આવતા PSI પરિવાર સાથે તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા.
**જો પોલીસકર્મીઓના ઘર જ સુરક્ષિત નથી, તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું?**
Follow @iamsuratcity for more Surat updates.
#Surat #SuratNews #SuratCrime #GujaratNews #SuratCity BreakingNews SuratUpdates
Udhna, Surat | Nov 18, 2026