અંજાર: સબ માર્કેટયાર્ડમાં વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય,ખેડૂતો-વેપારીઓમાં રોષ
#Jansamasya
Anjar, Kutch | Aug 4, 2026 અંજારના સવાસર નાકા પાસે આવેલી અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સબ માર્કેટયાર્ડ (જથ્થાબંધ શાકભાજી માર્કેટ)માં વરસાદ બાદ કાદવ, ગંદું પાણી, સડેલા શાકભાજીનો કચરો અને અસહ્ય દુર્ગંધથી ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. જેના કારણે ખેડૂતો, વેપારીઓ, ગ્રાહકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકો અને વેપારીઓએ તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરી વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી છે.